મંગળવાર, 22 ડિસેમ્બર, 2020

સરસ્વતી સાધના યોજના

 સરસ્વતી સાધના યોજના 

                              આ લેખમાં તમને જાણવા મળશે કે  સરકાર શ્રી ની  કઈ યોજના હેઠળ ધોરણ-૯  મા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ (છોકરીઓ) ને મફતમાં સાયકલ આપવામાં આવે છે. આવી સરસ્વતી સાધના યોજના વિશે વિગતવાર માહિતી મળશે.                              

લાભ કોને મળે                                                                           

👉 ધોરણ- ૯  માધ્યમિક શાળા ભણવા જતી અનુસૂચિત જાતિની છોકરીઓને, જેઓની કુટુંબ ની વાર્ષિક આવક ગ્રામ વિસ્તારમાં માટે રૂ.૧, ૨૦,૦૦૦/-સુધી અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય.

શું લાભ મળે  

 👉 ધોરણ- ૯ થી સાયકલ સ્વરૂપે સહાય મળે છે. 


લાભ ક્યાં થી મળે  

👉આચાર્ય દ્વારા

👉તાલુકા વિકાસ કચેરી-કચેરી-તાલુકા પંચાયત

👉જીલ્લા સમાજ કલ્યાણ કચેરી, જીલ્લા પંચાયત


ક્યાં ક્યાં પુરાવા જોઈએ

👉શાળા મા ભણતા હોય તેનો પુરાવો

👉જાતિનો દાખલો

👉આવકનો દાખલો