આ લેખમાં તમને જાણવા મળશે કે જે બાળકો ના માતા-પિતા મ્રુત્યુ પામ્યા હોય તેઓ આ યોજના નો લાભ કઈ રીતે મેળવી શકે. સંપૂર્ણ માહિતી મેળવો.
કોને કોને લાભ મળે?
👉આ યોજના અંતર્ગત 0 થી 18 વર્ષની વયના અનાથ બાળકોના પાલક માતા-પિતાને લાભ મળે.
👉જે બાળકોના માતા પિતા પૈકી પિતા મુત્યુ પામેલ હોય અને માતા એ બીજા લગ્ન કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે,
👉ધોરણ 10 નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપમેળે તૈયારી કરી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપતા રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા જો બોર્ડની પરીક્ષા નું ફોર્મ ભરેલ હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે.
કેટલો લાભ મળશે ?
👉આ યોજના મા રૂ. 3000/- માસિક સહાય સારસંભાળ રાખનાર માતા પિતા ને ચુકવવા મા આવશે.
લાભ કયાથી મળે
👉આ યોજનાના ફોર્મ જે તે જિલ્લા બાળસુરક્ષા અધિકારી ની કચેરી એથી મળશે.
👉આ યોજનાનો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુપ્રીટેન્ડર અને જિલ્લા વિભાગ તરફથી થાય છે
👉સહાય મજૂર થયા બાદ અરજદારે બેંકમાં બાળકના નામે સાથેનું સંયુક્ત નામનું એકાઉન્ટ ખોલવાનું રેહશે.
ક્યાં-ક્યા આધાર પુરાવા જોઈએ
👉ઉમરનો દાખલો - બાળકના ઉમરના દાખલા માટે જન્મનો દાખલો શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ
👉અરજદારની ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડની નકલ
👉બાળકના માતા-પિતા ના મરણનો દાખલો
👉પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ કક્ષાએ રૂ. ૨૭,૦૦૦ અને શહેરી કક્ષાએ રૂ. ૩૬૦૦૦ થી વધુ હોવી જોઈએ તે અંગેનો ગ્રામ કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો અને શહેરી કક્ષાએ મામલતદાર શ્રી નો આવક નો દાખલો
👉 3થી6 વર્ષેની ઉંમરના બાળક માટે આંગણવાડીમાં જતા
હોય તેનું CDP ઓનું પ્રમાણપત્ર
👉6વર્ષ થી વધુ ઉંમર માટેના બાળક શાળામાં અભ્યાસ કરે છે તે અંગેનું આચાર્ય પાસેથી શાળાએ જતા હોય તેનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે
👉પાલક માતા-પિતા યોજના ના ફોર્મ નો નમૂનો જોવા
