ગુરુવાર, 24 ડિસેમ્બર, 2020

કુંવરબાઈનું મામેરું યોજના

 કુંવરબાઈનું મામેરું યોજના

                           આ લેખમાં તમને જણાવીશું કે" કુંવરબાઈનું મામેરું યોજના" હેઠળ કેટલો લાભ મળે? કેવા પરીવાર ને લાભ મળે? ક્યાં અરજી કરવી? શુ પુરાવા જોઈએ? વગેરે જેવા પ્રશ્નો ના જવાબ વિશે જણાવિશુ. 

👉 કુંવરબાઈનું મામેરું યોજના વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી નીચે મુજબ છે. 👇👇                                                                 


લાભ કોને મળે ડગલા

👉અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગે ની કન્યાઓને તેમના લગ્ન પ્રસંગે કુટુંબ દીઠ 2 કન્યાઓને મામેરા માટે ગામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. ૧,૨૦,૦૦૦/અને શહેરી વિસ્તારો માટે રૂ. ૧,૫૦,૦૦૦/-આવક મર્યાદા લગ્નના એક વર્ષ ના સમય ગાળા દરમ્યાન આ યોજનાનો લાભ મેળવી શકાય છે.   


  કેટલો લાભ મળે 

👉કન્યાના નામે રૂ. ૧૦,૦૦૦/- ના ચેક આપવામાં આવશે. 
    ( 2 છોકરીઓ સુધી )

લાભ ક્યાંથી મળે

👉 જીલ્લા સમાજ કલ્યાણ કચેરી 

કયાં કયાં પુરાવા જોઈએ
1.રેશનકાર્ડ
2.જાતિનો દાખલો
3.જન્મનો દાખલો
4.લગ્નની કંકોત્રી
5. લગ્ન વિધિના ફોટા
6.ચૂંટણી કાર્ડ
7. ઉંમરનો પુરાવો
8. લગ્નનું પ્રમાણપત્ર
9. બેંક પાસબુક ની ઝેરોક્ષ
10. આવકનો દાખલો
11. આધારકાર્ડ ની ઝેરોક્ષ