ગુરુવાર, 31 ડિસેમ્બર, 2020

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

 પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

                       આ લેખમાં તમને જણાવીશું કે" પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના"  હેઠળ કેટલો લાભ મળે ?  કેવા પરીવાર ને લાભ મળે? ક્યાં અરજી કરવી? શુ પુરાવા જોઈએ ? વગેરે જેવા પ્રશ્નો ના જવાબ વિશે જણાવિશુ.                                                                      


 લાભ કોને મળે

👉આ યોજનાનો લાભ સગર્ભા કે ધાત્રી માતા ને માત્ર પ્રથમ બાળ જન્મ સમયે મળેવા પાત્ર છે. 

કેટલો લાભ મળે

👉આ યોજના અંતર્ગત સગર્ભા કે ધાત્રી માતાઓને રૂ. ૫૦૦૦/- ની સહાય તેના બૅન્ક/પોસ્ટ ખાતા મારફતે સગર્ભા અવસ્થામાં કે ધાત્રી અવસ્થામાં નીચેની ચોક્કસ શરત પુર્ણ કર્યે મળે છે. 

✒પ્રથમ હપ્તો-  સગર્ભાવસ્થા ની નોંધણી કરાવ્યા બાદ રૂ. ૧૦૦૦/-

✒બીજો હપ્તો- ઓછા મા ઓછી એક પુર્વ પ્રસુતિ તપાસ (સગર્ભાવસ્થા ના ૬ મહિના બાદ) રૂ. ૨૦૦૦/-

✒ત્રીજો હપ્તો - બાળ જન્મની નોંધણી કરાવ્યા બાદ (૧૪ અઠવાડિયા સુધી ની રસી) રૂ. ૨૦૦૦/-

નોંધ :- સંસ્થાકીય પ્રસુતિ બાદ સગર્ભા / ધાત્રી માતા ને વધારાના       રૂ. ૧૦૦૦/- જનની સુરક્ષા યોજના મારફતે આપવામાં આવશે.           


લાભ ક્યાં થી મળે

✒આંગણવાડી મા ફોર્મ ભરી જમા કરાવ્યા થી લાભ મળે. 

✒મહિલા અને બાળ વિકાસ વિભાગ માથી

ક્યાં ક્યાં પુરાવા જોઈએ

(૧) આધાર કાર્ડ

(૨) બૅન્ક પાસબુક/ પોસ્ટ પાસબુક

(૩) આંગણવાડી મા નોંધણી, મમતા કાર્ડ ની ઝેરોક્ષ

"પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના" વિશે વધુ માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો. 

        અહીં ક્લિક કરો. 

"પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના" નુ ફોર્મ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 

        અહીં ક્લિક કરો