મંગળવાર, 5 જાન્યુઆરી, 2021

માનવ કલ્યાણ યોજના

 માનવ કલ્યાણ યોજના


 લાભ કોને મળે 

👉ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી જે ગરીબી રેખાની યાદીમાં હોય ( આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી)

👉અરજદાર આર્થિક રીતે પચાત વર્ગોના સમુહમાં આવતો હોય. 

👉કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારો માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-સુધીની હોય. 

👉૧૬ વર્ષ થી ૬૦ વર્ષ

                               કેટલો લાભ મળે

👉રૂ. ૫૦૦૦/- થી રૂ. ૪૮૦૦૦/-ની મર્યાદા મા લાભાર્થી દીઠ સાધન ઓજાર ના સ્વરૂપ મા નીચે આપેલી યાદી મુજબ લાભ મળે. 



                             લાભ ક્યાથી મળે

👉સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માથી

                            ક્યા ક્યા પુરાવા જોઈએ

(૧) પાસપોર્ટ સાઇઝનો ફોટો ગ્રાફ

(૨) બારકોડેડ રેશનકાર્ડ ની પ્રમાણીત નકલ

(૩) ઉમરનો પુરાવો

(૪) જાતિનો પુરાવો

(૫) ગ્રામ્ય મા બી. પી. એલ સ્કોર નંબર સાથે/શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગારી કાર્ડની નકલ/ આવકનો દાખલો

(૬) ધંધાના અનુભવનો દાખલો

(૭) ચુટણી ઓળખપત્રની નકલ,આધાર કાર્ડ ની નકલ

✒" માનવ કલ્યાણ યોજના " ના ફોર્મ નો નમૂનો જોવા કે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. 

    Click here

Fun with family

 Fun with family (ફન વીથ ફેમિલી) 

                             "ફન વીથ ફેમિલી" એ બાળકો માટે ખૂબ જ ઉપયોગી અને ગમ્મત સાથે જ્ઞાન આપતો અંક છે. જે "બાળ પ્રવૃત્તિ કાર્યાલય, બી. એ. પી. એસ. સ્વામી નારાયણ સંસ્થા, અમદાવાદ" દ્વારા રજુ કરવામાં આવે છે. 

👉ફન વીથ ફેમિલી મા બાળકો માટે વાર્તા, ચિત્રવાર્તા, એનિમેશન      વીડિયો દ્વારા વાર્તા, ફન વીથ ફેમિલી ગીતો, વિવિધ રમતો, જાણવા જેવુ, અવનવી પ્રવૃત્તિ ઓ, પ્રાર્થના, પઝલ, જોક્સ,વગેરે..... જેવી        બાબતો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરેક અંકમાં આ સિવાય ના નવાનવા મુદ્દાઓ નો સમાવેશ થાય છે. મુદ્દાઓ મા લિંક આપેલી છે જે લિંક પર ક્લિક કરતા તે મુદ્દા વિશે વિડીયો આવશે.                           

👉આવા બધા અંક વાંચવા-જોવા કે ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 

અહીં ક્લિક કરો 

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2020

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

 પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

                       આ લેખમાં તમને જણાવીશું કે" પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના"  હેઠળ કેટલો લાભ મળે ?  કેવા પરીવાર ને લાભ મળે? ક્યાં અરજી કરવી? શુ પુરાવા જોઈએ ? વગેરે જેવા પ્રશ્નો ના જવાબ વિશે જણાવિશુ.                                                                      


 લાભ કોને મળે

👉આ યોજનાનો લાભ સગર્ભા કે ધાત્રી માતા ને માત્ર પ્રથમ બાળ જન્મ સમયે મળેવા પાત્ર છે. 

કેટલો લાભ મળે

👉આ યોજના અંતર્ગત સગર્ભા કે ધાત્રી માતાઓને રૂ. ૫૦૦૦/- ની સહાય તેના બૅન્ક/પોસ્ટ ખાતા મારફતે સગર્ભા અવસ્થામાં કે ધાત્રી અવસ્થામાં નીચેની ચોક્કસ શરત પુર્ણ કર્યે મળે છે. 

✒પ્રથમ હપ્તો-  સગર્ભાવસ્થા ની નોંધણી કરાવ્યા બાદ રૂ. ૧૦૦૦/-

✒બીજો હપ્તો- ઓછા મા ઓછી એક પુર્વ પ્રસુતિ તપાસ (સગર્ભાવસ્થા ના ૬ મહિના બાદ) રૂ. ૨૦૦૦/-

✒ત્રીજો હપ્તો - બાળ જન્મની નોંધણી કરાવ્યા બાદ (૧૪ અઠવાડિયા સુધી ની રસી) રૂ. ૨૦૦૦/-

નોંધ :- સંસ્થાકીય પ્રસુતિ બાદ સગર્ભા / ધાત્રી માતા ને વધારાના       રૂ. ૧૦૦૦/- જનની સુરક્ષા યોજના મારફતે આપવામાં આવશે.           


લાભ ક્યાં થી મળે

✒આંગણવાડી મા ફોર્મ ભરી જમા કરાવ્યા થી લાભ મળે. 

✒મહિલા અને બાળ વિકાસ વિભાગ માથી

ક્યાં ક્યાં પુરાવા જોઈએ

(૧) આધાર કાર્ડ

(૨) બૅન્ક પાસબુક/ પોસ્ટ પાસબુક

(૩) આંગણવાડી મા નોંધણી, મમતા કાર્ડ ની ઝેરોક્ષ

"પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના" વિશે વધુ માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો. 

        અહીં ક્લિક કરો. 

"પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના" નુ ફોર્મ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 

        અહીં ક્લિક કરો